Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?
Mansukh Sagathia corruption: રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠિયા પર ભ્રષ્ટાચારના આરોપો વધુ ગંભીર બન્યા છે. મંગળવારે ભ્રષ્ટાચારના પુરાવા બહાર આવ્યા બાદ, દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા એક ખુલાસા મુજબ, કેટલાક રાજકીય નેતાઓ સાગઠિયા સાથે ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, એક પૂર્વ ધારાસભ્ય અને કોર્પોર્ટેર ક્રાઈમ બ્રાંચની કચેરીમાં સાગઠિયાને મળવા ગયા હતા. મુલાકાત દરમ્યાન તેમણે કેટલીક ગુપ્ત વાતચીત પણ કરી હતી. જોકે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નિયુક્ત SIT આ મુલાકાતનો ઈન્કાર કરે છે.
જોકે, ક્રાઈમ બ્રાંચના CCTV ફૂટેજ ની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા આ બાબતે તપાસ કરાવે તો ઘણા ઉચ્ચ અધિકારીઓ સપડાઈ શકે છે.





















