સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે 400 બેડની હોસ્પિટલ તબક્કાવાર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઓક્સિજનના અભાવને કારણે કોવિડ કેર સેન્ટર શરૂ થઇ શક્યું નથી.  એક તરફ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો છે. લોકો બેડ વગર હેરાન પરેશાન થઇ રહ્યા છે બીજી તરફ ઓક્સિજનના અછતથી નવી હોસ્પિટલો શરૂ થઇ શકી નથી.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ આ 400 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે જેમાંથી તો 400 જેટલા બેડ તૈયાર થઈ ગયા છે પરંતુ ઓક્સિજનના અભાવના કારણે હાલમાં દર્દીઓને અહીં લાવી શકાતા નથી.