CM Rekha Gupta Attacked Updates: દિલ્લીના CM પર હુમલો કરનાર શખ્સ નીકળ્યો રાજકોટનો..| abp Asmita
દિલ્હીના મુખ્યમંત્રીના રાજ નિવાસ માર્ગ સ્થિત કેમ્પ ઓફિસમાં દર બુધવારે જન સુનાવણી યોજાય છે. જન સુનાવણી સવારે 7 વાગ્યે શરૂ થાય છે. દિલ્હીમાંથી લોકો તેમની ફરિયાદો લઈને ત્યાં પહોંચે છે. મુખ્યમંત્રી એક પછી એક બધા ફરિયાદીઓ સુધી પહોંચે છે. મુખ્યમંત્રી જેવા આરોપી પાસે પહોંચ્યા ત્યારે આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને પકડીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
મુખ્યમંત્રીને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ રાજેશ ખીમજી સાકરિયા જણાવ્યું છે. આરોપી 41 વર્ષનો છે અને રાજકોટનો રહેવાસી છે. દિલ્હી પોલીસ રાજકોટ પોલીસના સંપર્કમાં છે. રાજેશ સાકરિયા કોઠારીયા વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્કમાં રહે છે. રાજેશ સાકરીયા ના પરિવારજનો અહીં વસવાટ કરે છે.





















