Rajkot Gang War Case: રાજકોટમાં ગેંગવોરના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ
હાથમાં કાયદાના દોરડા અને હથકડી સાથે માફી માગી રહેલા આ છે રાજકોટમાં આતંક મચાવનાર પેંડા ગેંગના સાગરીતો. 29 ઓક્ટોબરે પેંડા અને મૂર્ઘા ગેંગ વચ્ચે થયેલ ગેંગવોરમાં એસઓજી પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી. પેંડા ગેંગના રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, દિનેશ ટમટા અને જૂનાગઢના અલ્ફાક શેખ નામના ત્રણ આરોપીને એસઓજીની ટીમે ધરપકડ કરી. રાજપાલસિંહ જાડેજા અને દિનેશ ટમટાને ઘટનાસ્થળ પર લાવીને રિ-કન્સ્ટ્રક્શન કર્યુ. પોલીસના રિ-કન્સ્ટ્રક્શનમાં બંન્ને આરોપી લંગડાતા જોવા મળ્યા.. એટલુ જ નહીં પોલીસે બંન્ને આરોપીઓ પાસે બે હાથ જોડાવીને જાહેરમાં માફી પણ મગાવી. રાજપાલસિંહ જાડેજા વિરૂદ્ધ અગાઉ પણ પોલીસ કોન્સ્ટેબલની હત્યા તેમજ હત્યાના પ્રયાસની બે ઘટનામાં સંડોવણી ખુલી છે.. ગેંગવોરની ઘટનામાં અત્યાર સુધીમાં પોલીસે 17 આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો જુણેજા સહિત બંન્ને ગેંગના આઠ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે..




















