Saurashtra Rain | સૌરાષ્ટ્રના આ 2 જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી | જુઓ મોટા સમાચાર
Saurashtra Rain | આજે સવારે સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ શરૂ થયો હતો. આજે ગીર સોમનાથ, અમરેલી અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે મેગરાજા મહેરબાન થયા છે. ઉના, દીવ, કોડીનાર સહિતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
આગામી ત્રણ કલાક સુધી હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, અરવલ્લી, ખેડા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.