Surat Murder Case : 'પૈસા ન આપ્યા એટલે મારી નાંખ્યો', સુરતમાં સગીરની હત્યાથી પરિવારનો આક્રોશ
Surat Murder Case : 'પૈસા ન આપ્યા એટલે મારી નાંખ્યો', સુરતમાં સગીરની હત્યાથી પરિવારનો આક્રોશ
સુરતમાં રાત્રે ખેલાયો ખુની ખેલ. નશાખોરે 17 વર્ષીય રત્નકલાકારની હત્યા કરી. રત્નકલાકાર પાસે રૂપિયા માગ્યા, ન આપતા ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો. પરિવાર સહિત લોકોનો પોલીસ સ્ટેશનનો ઘેરાવ. પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટી ની ધરપકડ કરી કરી. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા રત્નકલાકાર પાસે એક ઈસમે નશાના પૈસાની માગણી કરી હતી. પરંતુ રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનું ઈનકાર કરતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા રત્નકલાકાર પાસે એક ઈસમે નશાના પૈસાની માગણી કરી હતી. પરંતુ રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનું ઈનકાર કરતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી દેતા સમગ્ર કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને કારણે લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કરાતા પરિસ્થિતિ મોડી રાત્રે તંગ બની હતી. પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવામાં આવી હતી. આ સાથે પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવાની ફરજ પડી હતી.



















