Surat Liquor Party Caught: સુરતમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ, 2 યુવતી અને 4 નબીરા ઝડપાયા
Surat Liquor Party Caught: સુરતમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ, 2 યુવતી અને 4 નબીરા ઝડપાયા
ડુમસની વિકેન્ડ એન્ડ હોટેલ પર દારૂ પાર્ટી કરતા ચાર નબીરા સહિત બે મહિલા આર્ટિસ્ટને ઝડપી પડાયા. હોટલના રૂમ નંબર 443 માં પોલીસે છાપો માર્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાંથી બે મહિલા આર્ટિસ્ટ સહિત ચાર દારૂ પાર્ટી કરતા મળી આવ્યા હતા. મિત હિમાંશુ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, સમાકિત વિમાવાલા, શ્લોક ભાવેશ દેસાઈ સહિત બે મહિલા આર્ટિસ્ટ સામે કાર્યવાહી. વ્હીસ્કીની બોટલ , મોબાઈલ સહિત 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તમામ સામે ડુમસ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે તમામનું નવી સિવિલ હોસ્પિટલ માં મેડિકલ કરાવવામાં આવ્યું..
હોટલ માલિક ગૌતમ પટેલનું નિવેદન. હોટલમાં 464 રૂમ આવેલ છે, જે પૈકી 100 રૂમ જ હોટલ ના માલિકીના છે, જ્યારે બાકીના 364 અન્ય માલિકીના છે. રૂમ નંબર 443 હોટલ દ્વારા નીલમ પ્રમોદ કેસાન ને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવ્યો છે, જેના દ્વારા દર્શન નામના ત્રાહિત વ્યક્તિને રૂમ ભાડે આપવામાં આવ્યો છે. જે વ્યક્તિનો ભાડા કરાર એપ્રિલ માસમાં પૂરો થયો છે. દર્શન નામના વ્યક્તિએ હોટેલ ની માઇગેટ નામની ઍપ્લિકેશનમાં ખોટા આઇડી અને પાસવર્ડ જનરેટ કર્યા. રૂમ નંબર 419 માટે માઇગેટ એપ્લિકેશન માં રજીસ્ટ્રેશન કરાવ્યું અને રૂમ નંબર 443 માં રોકાયા, જે રૂમમાં ચાર નબીરા સહિત અન્ય બે મહિલાઓ પાર્ટી કરતા ઝડપાયા. અમે પોલીસને સંપૂર્ણ માહિતી અને સહકાર આપ્યો છે. આ ઘટના માટે હોટેલ જવાબદાર નથી.





















