Surat news: સુરતના ગોડાદરામાં દૂષિત પાણીથી ફેલાયો રોગચાળો, એક યુવકનું મોત થયા રહીશોનો દાવો
સુરતના ગોડાદરામાં દૂષિત પાણીથી ફેલાયો રોગચાળો. મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીથી 40થી વધુ રહીશો બીમાર પડ્યા છે. જયેશ સીરસાગર નામના યુવકનું દૂષિત પાણી પીવાથી મોત થયાનો પણ સ્થાનિકોનો આરોપ છે. એક સાથે 40થી વધુ રહીશો બીમાર પડતા આરોગ્ય વિભાગ દોડતું થયું.. મહાનગરપાલિકાની ટીમે સોસાયટીના તમામ ઘરોમાં પાણી ખાલી કરાવ્યા... સોસાયટી પાસે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ટ બાય રખાઈ છે.
દૂષિત પાણીને લીધે સુરતના ગોડાદરા વિસ્તારમાં ઘરે ઘરે બીમારીના ખાટલા. મહારાણા પ્રતાપ સોસાયટીમાં મહાનગરપાલિકાના ગંદા પાણીને લીધે 40થી વધુ રહિશો બીમાર પડ્યા છે.. જ્યારે જયેશ ઉદ્ધવ સીરસાગર નામના યુવકનું મોત નિપજ્યુ હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. સોસાયટીના અંદાજિત 250 જેટલા ઘરોમાં ગંદુ પાણી પહોંચ્યું છે. એક સાથે 40 જેટલા રહિશો બીમાર પડતા આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ. મહાનગરપાલિકાની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને તમામ ઘરના પાણી ખાલી કરાવ્યા. એટલુ જ નહીં. જાડા-ઉલ્ટીથી કેવી રીતે બચવુ તે માટેના બેનર પણ લગાવવામાં આવ્યા. સોસાયટીની બહાર મહાનગરપાલિકાની ટીમે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખી.




















