શોધખોળ કરો
Advertisement
Surat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
Surat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં મોડી રાત્રે થયેલા તોફાન બાદ હાલમાં સ્થિતિ અંકુશમાં આવી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, રવિવારે મોડી સાંજે સુરતમાં સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી. રાતભર પોલીસે કરેલા પ્રયાસથી સુરતના તમામ વિસ્તારોમાં શાંતિ છે. ત્રણ સગીરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યાનો આરોપ લાગ્યો હતો. પથ્થરમારા બાદ ગુસ્સે થયેલા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સતત એક કલાક સુધી ગણેશ ભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસે પાંચ પથ્થરબાજો સહિત 25 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે.
કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગજનીનો પણ પ્રયાસ કર્યો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના અને સતર્કતા સાથે પોલીસે સ્થિતિ સંભાળી હતી. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ નિર્દેશ આપ્યા હતા. 1 હજાર જેટલા પોલીસ કર્મચારીઓએ સૈયદપુરા સહિતના વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કર્યું હતું. પથ્થરબાજો ધરપકડથી બચવા માટે દરવાજો લોક કરીને ઘરમાં છૂપાયા હતા. પોલીસે ઘરના તાળા તોડીને તોફાનીઓની અટકાયત કરી હતી. સ્થિતિ અંકુશમાં આવ્યા બાદ રાત્રિના બે વાગ્યે હર્ષ સંઘવી ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા. હર્ષ સંઘવી, સુરતના મેયર અને પોલીસ કમિશનરે મોડી રાત્રે આરતી કરી હતી.
સુરત
Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ
Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત
Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈ
Surat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા
Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement