Narmada Big Scam : નર્મદામાં વિધવા પેન્શનના નામે કૌભાંડની આશંકા, જુઓ મોટા સમાચાર
Narmada Big Scam : નર્મદામાં વિધવા પેન્શનના નામે કૌભાંડની આશંકા, જુઓ મોટા સમાચાર
Narmad Scam News: રાજ્યમાંથી પછી એક મોટા કૌભાંડની હારમાળા સામે આવી રહી છે. હાલમાં નર્મદા જિલ્લામાંથી વધુ એક મોટા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. જિલ્લામાં આરટીઇ પ્રવેશ કૌભાંડ બાદ હવે વિધવા પેન્શન યોજનાને લઇને મોટું કૌભાંડ આચરાયુ હોવાની રાવ ઉઠી છે. સુત્રો તરફથી માહિતી છે કે, પતિ જીવતો હોવા છતાં કેટલીય મહિલાઓ વિધવા પેન્શન મેળવી રહી છે.
નર્મદા જિલ્લામાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. નર્મદામાં RTE કૌભાંડ બાદ વધુ એક કૌભાંડની આશંકા છે. RTE બાદ વિધવા પેન્શનના નામે કૌભાંડની આશંકા છે, RTEમાં કૌભાંડ આચરનારો દર્પણ પટેલની વિધવા પેન્શન કૌભાંડમાં સંડોવણીનો આરોપ લાગ્યો છે. સુત્રો તરફથી માહિતી છે કે, રાજપીપળામાં પોતાના પતિઓ હયાત હોવા છતા કેટલીય મહિલાઓ વિધવા પેન્શન મેળવી રહી છે. RTE પ્રવેશના કૌભાંડી દર્પણ પટેલની જ આ મોટા કૌભાંડમાં સંડોવણી હોવાના આરોપો લાગી રહ્યાં છે. લોકમુખે ચર્ચા છે કે, જો જિલ્લામાં પોલીસ યોગ્ય દિશામાં તપાસ હાથ ધરે તો આ મામલે મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. RTE પ્રવેશ કૌભાંડ મુદ્દે હાલ SITની ટીમ તપાસ કરી રહી છે. આ ગુનાના આરોપી દર્પણ પટેલે તાજેતરમાં જ ધરપકડથી બચવા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી દીધી છે.



















