South Gujarat Rain Forecast : આ તારીખે દ.ગુજરાતમાં મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું અલર્ટ. હવામાન વિભાગના મતે આજે ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યેલો અલર્ટ હોવાથી હળવા વરસાદની આગાહી. તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વલસાદની શક્યતા..
અરબ સાગરમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જ્યારે ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં વરસાદનું યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદમાં પણ વરસી શકે છે હળવો વરસાદ.. ભારે વરસાદની આગાહીને પગલે 12થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.. તો 14 ઓગસ્ટ બાદ ફરી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે..




















