શોધખોળ કરો
Surat માં તમામ ઝોનમાં એક હેલ્થ સેન્ટર પર રાત્રે 10 વાગ્યા સુધી રસી મુકવામાં આવશે
સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે.સુરત શહેરમાં વેક્સિનેશનના સમયમાં પાલિકાએ વધારો કર્યો છે. આજથી રાત્રે 10 વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે.દરેક ઝોનમાં એક હેલ્થ સેન્ટર પર રાત્રે 10 સુધી કોરોનાની રસી મુકવામાં આવશે. શહેરના તમામ 8 ઝોનમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સેન્ટરોની સંખ્યા વધારવામાં આવશે.તો આ તરફ બહારગામથી આવતા લોકોને ફરજીયાત રેપીડ ટેસ્ટ કરાવવા પાલિકાએ અપીલ કરી છે.
આગળ જુઓ






















