Vadodara Accident News: નવા વર્ષની શરૂઆત સાથે જ વડોદરામાં વધ્યા અકસ્માતના બનાવો
નવા વર્ષની શરૂઆત સાથે જ વડોદરામાં વધ્યા અકસ્માતના બનાવો. નટુભાઈ સર્કલથી રેસકોર્સ તરફના રસ્તા પર નશાની હાલતમાં ઈનોવા ચાલકે ચાર જેટલા વાહનોને લીધા અડફેટે. અકસ્માત કર્યા બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ડિવાઈડર સાથે અથડાતા સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોના હાથે ચડેલા નશેડી ચાલકને હાજર લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો. સુભાનપુરાના લક્કી પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ મિત્રો સાથે વહાણવટી માતાના મંદિરે બેઠા હતા ત્યારે જ હરિનગર તરફથી પૂરપાટ ઝડપે આવતા ઈનોવા કાર ચાલકે તેમના મોપેડ સહિત અન્ય ચાર વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા ગોરવા પોલીસે નશાની હાલતમાં અકસ્માત કરનાર હર્ષ કશ્યપ નામના આરોપીને ઝડપીને અલગ અલગ બે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. નવા વર્ષની શરૂઆત સાથે જ વડોદરામાં વધ્યા અકસ્માતના બનાવો. નટુભાઈ સર્કલથી રેસકોર્સ તરફના રસ્તા પર નશાની હાલતમાં ઈનોવા ચાલકે ચાર જેટલા વાહનોને લીધા અડફેટે. અકસ્માત કર્યા બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ડિવાઈડર સાથે અથડાતા સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોના હાથે ચડેલા નશેડી ચાલકને હાજર લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો. સુભાનપુરાના લક્કી પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ મિત્રો સાથે વહાણવટી માતાના મંદિરે બેઠા હતા ત્યારે જ હરિનગર તરફથી પૂરપાટ ઝડપે આવતા ઈનોવા કાર ચાલકે તેમના મોપેડ સહિત અન્ય ચાર વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા ગોરવા પોલીસે નશાની હાલતમાં અકસ્માત કરનાર હર્ષ કશ્યપ નામના આરોપીને ઝડપીને અલગ અલગ બે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી.





















