Vadodara Heavy Rain | વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત | ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી
વડોદરા: વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના છાણી, સમા, નિઝામપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, ફતેગંજ, અલકાપુરી, માંજલપુર સહિત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગરબા આયોજકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. ધોધમાર વરસાદના કારણે નવરાત્રિના ખેલૈયાઓ પણ ચિંતિત થયા છે.
શહેરમાં નવાબજાર, રાવપુરા, દાંડિયા બજાર, ચાર દરવાજા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વડોદરા શહેરમાં એક કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. થોડા વિરામ બાદ ફરી વરસાદે જમાવટ કરી છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી.




















