Vadodara Health Department: શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે વડોદરા આરોગ્ય વિભાગ એકશનમાં
શ્રાવણ માસમાં ભેળસેળિયાઓ પર સકંજો કસવા વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. આરોગ્ય વિભાગે ચાર અલગ અલગ ટીમો બનાવીને ચારેય ઝોનમાં હાથ ધર્યું ચેકિંગ.
શ્રાવણ માસમાં ભેળસેળિયાઓ પર સકંજો કસવા વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. આરોગ્ય વિભાગે ચાર અલગ અલગ ટીમો બનાવીને ચારેય ઝોનમાં હાથ ધર્યું ચેકિંગ. ફરાળી વાનગી અને રો-મટીરીયલનું ઉત્પાદન કરનારાઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યુ. આરોગ્ય વિભાગની ટીમે રાજગરા, સીંઘોડા, સાબુદાણા, મોરિયો સહિત ફરાળી લોટના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલાયા. નિયમનું ઉલ્લંઘન કરી સ્વચ્છતા ન જાળવનારા વેપારીઓને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી. છેલ્લા એક અઠવાડીયામાં આરોગ્ય વિભાગે કરેલી કાર્યવાહીમાં 8 જેટલી કેન્ટીનને નિયમોનું ઉલ્લંઘન કરવા અને સ્વચ્છતા ન જાળવતા સીલ કરાઈ.





















