Vadodara News | વડોદરાના સાધલીમાં ગ્રા.પં.ના મહિલા સભ્યના પતિ પર હુમલો
Vadodara News | વડોદરામાં શિનોરના સાધલીમાં જૂની અદાવતને લઇ ગ્રામ પંચાયત ના મહિલા સભ્યના પતિને માર મરાયાનો આરોપ. પંચાયતી કામ બાબતે બે માસ અગાઉ સાધલી ગામ ના મહિલા સરપંચ ના પતિ સાથે ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિની થઈ હતી બબાલ. સાધલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ ના પુત્ર દ્રારા મહિલા સભ્યના પતિને માર મરાયાનો આરોપ. અગાઉ સાધલી ગ્રામ પંચાયત માં આ બનાવ ને લઇ થઈ હતી પોલીસ ફરિયાદ. મહિલા સભ્ય ના પતિ જતો હતો પોતાના ઘરે તે સમયે લાકડા નો ફટકો મરાતા લઈ જવાયો સાધલી ખાનગી હોસ્પિટલ. સાધલી હોસ્પિટલ માં ચાલીરહી છે સારવાર. પોલીસે ફરિયાદ લઈ CCTV ફૂટેજ ના આધારે આરોપી ને પકડવા કર્યા ચક્રો ગતિમાન. મહિલા સરપંચના પુત્ર જયમીન જયેશભાઇ પટેલ પર આરોપ. મહિલા સભ્યના પતિ સરફરાઝ નકુમ ઈજાગ્રસ્ત.




















