Vadodara News: પીવાના પાણીની સમસ્યાને લઈ વોર્ડ નંબર 13ની સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી પરેશાન
વડોદરામાં વોર્ડ નંબર 13ની અનેક સોસાયટીઓમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા. ડ્રેનેજ અને પાણીની લાઈન મિક્સ થતાં જીવાત વાળું દૂષિત અને પીળા કલરનું પાણી આવી રહ્યું છે. જેના કારણે વિસ્તારમાં રોગાચાળો વકર્યો હોવાનો સ્થાનિકાનો દાવો છે. દુષિત પાણી આવતા અનેકવાર ઘરની ભૂગર્ભની ટાંકીઓ સાફ કરવી પડી..અને ટાંકીમાં પાણી પણ ભરતા નથી જેના કારણે પીવાના જગ ખરીદી પાણી મેળવી રહ્યા હોવાનો આરોપ છે..અને પાણી આપવાની માગ છે. અને જો પાણી નહીં મળે તો સ્થાનિકોએ વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર પહોંચ્યા..અને લોકોનો અવાજ બુલંદ કર્યો. સત્તાપક્ષના કાઉન્સિલર જાગૃતીબેને કહ્યું કે ચોમાસા બાદ પીવાના પાણીની લાઈનની કામગીરી પૂર્ણ કરીશું. અને લોકોને સમસ્યાનું સમાધાન થશે.





















