રાહુલ ગાંધીએ મોદી પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- મારી પાસે છે પુરાવા
નવી દિલ્લીઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, તેમની પાસે મોદીના ભ્રષ્ટાચારની જાણકારી છે તેનાથી મોદી તેમનાથી ગભરાય છે અને સરકાર ચર્ચાથી ભાગી રહી છે.
કોગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું કે, મારી પાસે વડાપ્રધાનને કરેલા ભ્રષ્ટાચારની જાણકારી છે. અમે તેને સંસદમાં રાખવા માંગીએ છીએ. અમને રોકવામાં આવી રહ્યા છે. મોદીએ લાખો લોકોને બરબાદ કર્યા છે. સંસદમાં બોલવાનો અમને અધિકાર છે.
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે છેલ્લા એક મહિનાથી સંસદમાં ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે શરત વિના પણ ચર્ચા કરવા માટે તૈયાર છીએ, સરકાર ભાગી રહી છે.
જોકે, રાહુલ ગાંધીએ વિસ્તારપૂર્વક મોદીના ભ્રષ્ટાચારની વાત જણાવી નહોતી. રાહુલ ગાંધીએ પ્રથમવાર મોદી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે.






















