શોધખોળ કરો
પહેલી વાર ટેસ્ટમાં પાંચ વિકેટ લેનારા સિરાજને પેવેલિયનમાં ભારતનો ક્યો બોલર પ્રેમથી ભેટી પડ્યો ? જુઓ વીડિયો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 294 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી. પહેલી વાર ટેસ્ટમાં પાંચ વિકેટ લેનારા સિરાજને પેવેલિયનમાં જસપ્રીત બુમરાહ પ્રેમથી ભેટી પડ્યો હતો.
આગળ જુઓ





















