શું તમે તમારા વ્હોટ્સએપને અપડેટ કર્યું....? નથી કર્યું તો નહીં મળે આ ફાયદો?
યુઝર્સના એક્સપીરીયન્સને વધુ સરળ બનાવવા વ્હોટ્સએપ,અવારનવાર નવા ફીચર્સને ઈન્ટ્રોડ્યૂઝ કરતુ રહે છે. યુઝર્સ માટે ચેટીંગ એક્સપીરીયન્સ વધુ સરળ બને એ જ યોજનાના ભાગરૂપે કેટલાક નવા ફીચર્સ પર ટેસ્ટ ચાલી રહ્યું છે.એક રિપોર્ટ મુજબ વ્હોટ્સએપ સેન્ડ કરેલા મેસેજને ડિલિટ કરવાની સમય સીમાને વધારવા પર કામ કરી રહ્યું છે. WABetaInfo રિપોર્ટ અનુસાર વ્હોટ્સએપ, મેસેજ ડિલિટ કરવાની સમયસીમા 1 કલાક,8 મિનિટ,16 સેકન્ડથી વધારીને 7 દિવસ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે..અત્યારે વ્હોટ્સએપ, સેન્ડ કરેલા મેસેજને 1 કલાક,8 મિનિટ,16 સેકન્ડની અંદર ડિલીટ ફોર એવરીવનની પરમિશન આપે છે. આ નિર્ધારિત અવધિ બાદ તમે બધાની માટે એ મેસેજને ડિલિટ નથી કરી શકતા.
















