INDvsENG: ભૂવનેશ્વર કુમારનો થ્રો સીધો અમ્પાયરના માથા પર વાગ્યો, અને પછી.., જુઓ VIDEO
મુંબઇઃ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ફિલ્મ અમ્પાયરના માથામાં બોલ વાગતા તેમણે મેદાન છોડવું પડ્યુ હતું. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાઇ રહેલી આ મેચના પ્રથમ દિવસે ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના એક થ્રોએ અમ્પાયરને મેદાન બહાર જવા માટે મજબૂર કર્યા હતા.
ટેસ્ટના પ્રથમ દિવસે 49મી ઓવરના બીજા બોલ પર જેનિંગ્સે આર અશ્વિનની ઓવરમાં ક્લિક કરીને એક રન લીધો હતો. સ્કવેયર લેગ પર ઉભેલા અમ્પાયર પોલ રિફિલ અચાનક મેદાન પર પડી ગયા. વાસ્તવમાં ડીપમાં ફિલ્ડિંગ કરી રહેલા ભુવનેશ્વર કુમારનો એક થ્રો અમ્પાયરના માથા પર વાગતા તેઓ ઢળી પડ્યા હતા.
તરત જ ભારતીય ખેલાડીઓ અમ્પાયર પાસે પહોંચ્યા હતા. ઇગ્લેન્ડના ફિજિયો અને ડોક્ટર રિફિલની સારવાર માટે મેદાનમાં દોડી આવ્યા હતા. મેદાનમાં જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ રિફિલને મેદાન બહાર લઇ જવામાં આવ્યા હતા. તેમના સ્થાને મરેસ ઇરાસમસે એમ્પાયરિંગ કરી હતી.