કબીરની મજાર પર પહોંચ્યા યોગી આદિત્યનાથ, ટોપી પહેરવાનો કર્યો ઇનકાર, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અગાઉ મગહર જઇને તૈયારીઓનું નીરિક્ષણ કર્યુ હતું. યોગી કબીરની મજાર પણ ગયા હતા. મજાર પર પહોંચ્યા તો ત્યાંના સંરક્ષકે યોગીને કબીર ટોપી પહેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર યોગીએ ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો.
સંત કબીર દાસની 620મી જન્મજયંતિ પર વડાપ્રધાન મોદી મગહર પહોંચ્યા છે. અહીં કબીરની સમાધી સ્થળ પર વડાપ્રધાન મોદીએ ચાદર ચઢાવી હતી. વડાપ્રધાન મોદીના પ્રવાસના એક દિવસ અગાઉ યોગી આદિત્યનાથ મગહર પહોંચ્યા હતા. અહીંના સંરક્ષકે યોગીને કબીર ટોપી પહેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યોગીએ હસતા હસતા તેમનો હાથ પકડી લીધો હતો અને ઇશારામાં ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો.






















