શોધખોળ કરો
ચીનના સૌથી અમીર જૈક માએ જાહેર કરી નિવૃતિ, 1999માં શરૂ કરી હતી ઈ-કોમર્સ કંપની અલીબાબા
1/3

જૈક માને ચીનના ઘણા ઘરોમાં પૂજવામાં આવે છે. ત્યાના ઘણા ઘરોમાં તમે તેની તસવીરો જોઈ શકો છો, જ્યાં તેમણે ભગવાનની જેમ પૂજવામાં આવે છે. જૈક મા અલીબાબાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સદસ્ય બન્યા રહેશે અને કંપનીનું મેનેજમેન્ટ જોશે. જૈક મા સોમવારે 54 વર્ષના થઈ રહ્યા છે, આ દિવસે જ ચીનમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલીબાબાની વર્ષની કમાણી આશરે 250 અરબ યુઆન (40 અરબ ડોલર) છે.
2/3

તેમણે કહ્યું મને શિક્ષણ પસંદ છે. હું મારા વધારે સમય અને પૈસા આ ક્ષેત્રમાં જ લગાવીશ. તેઓ અંગ્રેજીના શિક્ષક રહી ચુક્યા છે અને તેમણે 17 અન્ય લોકો સાથે મળી 1999માં ચીનના જેઝિયાંગના હાંગઝૂમાં પોતાના ફ્લેટમા અલીબાબાની સ્થાપના કરી હતી. જૈક મા ચીનના સૌથી પૈસાદાર વ્યક્તિ છે.
Published at : 08 Sep 2018 12:54 PM (IST)
Tags :
AlibabaView More





















