32 વર્ષની કરીમા બલોચ બલુચિસ્તાન સ્ટૂડન્ટ એસોસિયેશનની ચેરપર્સન છે. બલુચિસ્તાનના ટુમ્પ શહેરમાં પાકિસ્તાની સૈન્યના હુમલામાં તેનો બચાવ થયો હતો. તેણી ધરપકડથી બચવા માટે છેલ્લા વર્ષે નવેમ્બરમાં કેનેડા ભાગી ગઇ હતી. હાલમાં તેણી કેનેડામાં રેફ્યૂજી તરીકે રહે છે. કરીમાનો આ વીડિયો તાજેતરમાં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ બલુચિસ્તાનનો ઉલ્લેખ કર્યા બાદ આવ્યો છે જેમાં મોદીએ કહ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી બલુચિસ્તાન, ગિલગિટ અને પીઓકેના લોકો મારો આભાર માની રહ્યા છે.
3/3
નવી દિલ્લીઃ બલુચિસ્તાનની મહિલા એક્ટિવિસ્ટ કરીમા બલોચે વડાપ્રધાન મોદીને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી મદદ કરવાની અપીલ કરી છે. કરીમાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે મોદીને ઉલ્લેખીને કહ્યુ હતું કે અમે અમારું યુદ્ધ જાતે જ લડીશું. અમે ઇચ્છીએ છીએ કે તમે અમારો અવાજ બનો અને દુનિયાભરમાં અમારો અવાજ પહોંચાડો. વીડિયોના અંતમાં કરીમાએ ગુજરાતી ભાષામાં વડાપ્રધાનનો આભાર માન્યો હતો. વીડિયોમાં કરીમા કહે છે કે બલુચિસ્તાનની એક બહેન તમને ભાઇ માની કાંઇક કહેવા માંગે છે. મારુ નામ કરીમા બલોચ છે. અમારા લોકો પાકિસ્તાની સૈન્યના હાથે મરાઇ રહ્યા છે. અનેક લાપતા થયા છે. (આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે કરીમા બલોચ)