રિપોર્ટ અનુસાર, ઘટના બાદ હુમલાખોર કિન પેન્ગ ભાગી ગયો હતો અને બાદમાં તેને પોલીસને આત્મસમર્પણ કરી દીધુ હતુ. ઇન્ટરમીડિએટ પીપુલ્સ કોર્ટ ઓફ ઓફ શૉંગ્જુએ કિન પેન્ગને મૃત્યુદંડની સજા સંભળાવી અને જાણીજોઇને હત્યા કરવા માટે તેના બધા રાજકીય અધિકારોથી વંચિત કરી દીધો. તેને સજાના વિરુદ્ધ અપીલ કરી જેને ફગાવી દેવામાં આવી હતી.
2/4
એસપીસીના નિવેદન અનુસાર, ગુઆંગ્જી જુઆંગ વિસ્તારમાં ચોથી જાન્યુઆરી 2017ના દિવસે રસોઇમાં વપરાતા એક ચાકૂથી પાર્કમાં બાળકો પર હુમલો કરી દીધો હતો, જેમાં ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
3/4
ચીનની સમાચાર એજન્સી સિન્હુઆએ ચીનની સુપ્રીમ પીપુલ્સ કોર્ટ (એસપીસી)ના હવાલાથી કહ્યું કે, "ગુઆંગ્શી હુઆંગ ઓટોનોમસ રીઝનના પિંગજિયાંગમાં નાનશાન ગામનો રહેવાસી કિન પેન્ગ આનને ગયા શુક્રવારે મૃત્યદંડની સજા આપવામાં આવી" રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ ખેડૂત છે.
4/4
બેઇજિંગઃ પાડોશી દેશ ચીનમાં ક્રાઇમની એક વિચિત્ર ઘટના ઘટી છે, ચીને 2017માં બાળકોના એક પાર્કમાં 12 બાળકો પર ચાકૂથી હુમલા કરવાના ગુનામાં દોષી ઠરાવાયેલા એક વ્યક્તિને ફાંસી પર લટકાવી દીધો છે. રાષ્ટ્રીય મીડિયાએ સોમવારે આ વાતની માહિતી આપી હતી.