ઇવાન્કા વિશે ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન ખૂબ વિવાદમાં રહ્યુ હતું. એક શોમાં ટ્રમ્પે ઇવાન્કા વિશે કહ્યુ હતું કે જો ઇવાન્કા મારી દીકરી ના હોય તો હું તેની સાથે ડેટ કરવાનું પસંદ કર્યું હોત. ઇવાન્કા એક મોડલ, બિઝનેસવુમન અને રાઇટર છે. તેણી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની એક્સ વાઇફ ઇવાનાની દીકરી છે. ઇવાન્કાએ 1997માં મિસ ટીન યુએસએ કોમ્પિટિશન હોસ્ટ કરી હતી. 35 વર્ષીય ઇવાન્કા ત્રણ બાળકોની માતા છે. તેના પતિનું નામ જેરડ કુશનેર છે.
9/9
ન્યૂયોર્કઃ રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતી ગયા છે. ડોનાલ્ડના ચૂંટણી અભિયાનમાં તેના વિવાદાસ્પદ નિવેદનોની સાથે સાથે તેમની દિકરીઓ પણ ખૂબ ચર્ચામાં રહી હતી. ખાસ કરીને ડોનાલ્ડની મોટી દીકરી ઇવાન્કા ટ્રમ્પે ખૂબ અસરકારક રીતે પિતાના વિજયમાં યોગદાન આપ્યું છે. ઇવાન્કા અમેરિકાના યુવાઓને પિતાના વિઝનો સમજાવવામાં સફળ રહી હતી.