બેગમ કુલસુમને ઓગસ્ટ 2017માં લિમ્ફોમા (ગળાનું કેન્સર) થયું હોવાનું નિદાન થયું હતું. બેગમ કુલસુમે 1971માં નવાઝ શરીફ સાથે લગ્ન કર્યા હતા. તેમના પતિ નવાઝ શરીફ અને પુત્રી મરિયમ નવાઝ હાલ રાવલપિંડીની આદિયાલા જેલમાં છે.
2/2
લંડન: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝનું લાંબી બીમારી બાદ મંગળવારે લંડનમાં નિધન થયું છે. તેઓ 68 વર્ષના હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શેહબાઝ શરીફે આ સમાચારની પુષ્ટિ કરી હતી. કુલસુમ લંડનના હાર્લે સ્ટ્રીટ ક્લીનિકમાં જૂન 2014થી સારવાર લઈ રહ્યા હતા. સોમવારે રાત્રે તેઓની તબિયત વધુ ખરાબ થતાં તેઓને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.