સૂત્રો અનુસાર ઈમરાન ખાને વાતચીત મુદ્દે નરેંદ્ર મોદી સાથે પણ વાત કરી હતી. ફવાદ ચૌધરીએ કહ્યું, ભારત સાથે સંબંધ સુધારવા અને વાતચીત કરવા માટે સેનાએ પણ પોતાની સહમતી આપી છે. તેમણે કહ્યું ઈમરાન ખાન અને જનરલ કમર જાવેદ બાજવા બંનેનું માનવું છે કે કોઈ દેશ અલગ-અલગ રહીને પ્રગતિ ન કરી શકે. ફવાદ ચૌધરીએ કહ્યું અમારા પ્રધાનમંત્રી અને જનરલનું માનવું છે કે જો પ્રદેશમાં શાંતિ નહી રહે તો આપણે વિકાસની દોડમાં પાછળ રહી જશું.
2/3
ફવાદ ચૌધરીએ કહ્યું, અમારા પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત સાથે વાતચીતના ઘણા સંકેત આપ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતીય ક્રિકેટરોને આમંત્રણ પણ આપ્યું હતું. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારત એક ડગલુ આગલ આવશે તો અમે વાતચીત માટે બે ડગલા આગળ આવશું.
3/3
ઈસ્લામાબાદ: પાકિસ્તાને શુક્રવારે ભારત સાથે વાતચીત માટે પહેલ કરી હતી. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ શુક્રવારે કહ્યું પાકિસ્તાન સરકાર અને સેના પ્રદેશ શાંતિ માટે ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પોતાના એક ઈન્ટરવ્યૂમાં મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનની હાલની સરકાર વાતચીત માટે તૈયાર છે, પરંતુ ભારત તરફથી કોઈ સકારાત્મક સંકેત નથી મળી રહ્યા.