એક નિવેદનમાં રાહિલે જણાવ્યુ હતું કે એ વાતમાં કોઇ શંકા નથી કે અમારી બહાદુર આર્મી તમામ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે સક્ષમ છે. અમે અમારા દેશની એક એક ઇંચનું રક્ષણ કરીશું. ભારત અમારી તમારી ક્ષમતાઓને જાણે છે.
2/3
પાકિસ્તાન સૈન્યના વડા જનરલ રાહિલ શરીફે શુક્રવારે કહ્યુ હતું કે, પાકિસ્તાની સૈન્ય દેશની એક એક ઇંચનું રક્ષણ કરશે. પાકિસ્તાની મીડિયા ગ્રુપ ધ ન્યૂઝે સંરક્ષણ સુત્રોને ટાંકતા જણાવ્યુ હતું કે, પાકિસ્તાન ભારતનો જવાબ આપવા માટે ટાર્ગેટ નક્કી કરી રાખ્યા છે. સૈન્યએ તેની યોજના પણ બનાવી રાખી છે.
3/3
નવી દિલ્લીઃ ઉરી હુમલા બાદ ભારત પોતાના પર હુમલો કરી શકે છે તેવા ડરને કારણે પાકિસ્તાન સૈન્યએ પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની મીડિયાની કેટલીક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની એરફોર્સે ભારત તરફથી કરવામાં આવતા સંભવિત હુમલાને ખાળવા માટે ઓપરેશનલ પ્લાન તૈયાર કરી લીધું છે. એટલું જ નહીં પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે અડ્ડાઓને પણ લક્ષ્ય નક્કી કરી દીધા છે.