શોધખોળ કરો
થાઈલેન્ડ: ગુફામાં બે અઠવાડિયાથી ફસાયેલા 12 માંથી 6 બાળકોને સુરક્ષિત કાઢ્યા બહાર
1/3

બેન્કોક: થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં લગભગ બે અઠવાડિયાથી ફસાયેલા 12 બાળકોમાંથી છ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. આ બાળકો સાથે એક ફૂટબોલ કોચ પણ છે. પાણી વધવાની આશંકાઓને જોતા રેસ્ક્યૂ ટીમ મોટા પાયે અભિયાન ચલાવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, 12માંથી 6 બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 6 બાળકોને બહાર કાઢવાનું કાર્ય ચાલું છે.
2/3

ઉલ્લેખનીય છે કે, 23 જૂને વાઈલ્ડ બોર્સ નામની ટીમ ફૂટબોલ મેચ રમ્યા બાદ ગુફા જોવા ગયા હતા. તે દરમિયાન ગુફાની અંદર પૂરનું પાણી ભરાઈ જતાં બધા બાળકો ત્યાં ફસાઈ ગયા. ત્યાર બાદ નેશનલ પાર્ક કર્મચારીઓને ગુફા પાસે બાઈક, સાઇકલ અને રમતના સાધનો મળ્યા હતા. તેના બાદ જ્યારે સ્થાનિક ફૂટબોલ ક્લબને સંપર્ક કર્યો ત્યારે ખબર પડી હતી કે 12 સ્કૂલના બાળકો છે અને તેમની સાથે એક કોચ ગુફામાં ફસાઈ ગયા છે.
Published at : 08 Jul 2018 09:18 PM (IST)
View More





















