(Source: ECI/ABP News/ABP Majha)
Farming : ધાનની ખેતીને બદલે ઉગાડો આ પાક, ખેડૂતો થઈ જશે માલામાલ
આ ફળની અંદર ઘણા એવા ગુણ છે, જે આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે, ભારતીય ખેડૂતો સરળતાથી તેની ખેતી કરી શકે છે અને દર વર્ષે લાખોનો નફો કરી શકે છે.
Pineapple Farming : ભારતની મોટાભાગની ગ્રામીણ વસ્તી ખેતીના સહારે જીવે છે. જો કે, પરંપરાગત પાકો અને ખેતીની પદ્ધતિઓને કારણે તેઓને સારું જીવન જીવવા માટે પૂરતી આવક મળતી નથી. પરંતુ હવે એવું નહીં થાય. જો ભારતના ખેડૂતોએ સમૃદ્ધ બનવું હોય તો તેમણે પરંપરાગત પાકોથી ઉપર ઊઠીને નવા પ્રયોગો કરવા પડશે. ખાસ કરીને એવા પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેની માંગ વધુ છે અને જે સરળતાથી ઉગાડી શકાય છે. આજે અમે તમને એવા જ એક પાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ખેતી કરીને તમે સરળતાથી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
અનાનસની ખેતી
જેને હિન્દીમાં અનાનસ કહે છે, શહેરી લોકો તેને અંગ્રેજીમાં પાઈનેપલ કહે છે. આ પાક મૂળ ભારતીય નથી, પરંતુ ભારતીય બજારમાં તેની માંગ હંમેશા રહે છે. આ ફળની અંદર ઘણા એવા ગુણ છે, જે આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે, ભારતીય ખેડૂતો સરળતાથી તેની ખેતી કરી શકે છે અને દર વર્ષે લાખોનો નફો કરી શકે છે.
અનાનસની ખેતી ક્યારે કરવામાં આવે છે?
ઉનાળામાં અનાનસની ખેતી કરવામાં આવે છે. રોપણી માટેનો શ્રેષ્ઠ સમય મે થી જુલાઈ છે. આ ફળ કેક્ટસની એક પ્રજાતિ છે જે ખૂબ જ લોકપ્રિય છે અને ખુબ ખવાય છે. આજના સમયમાં જો ભારતની વાત કરીએ તો દેશમાં લગભગ 92 હજાર હેક્ટરમાં અનાનસની ખેતી થાય છે. જ્યારે ટનની દ્રષ્ટિએ દેશમાં દર વર્ષે પ્રતિ હેક્ટર 14.96 ટન અનાનસનું ઉત્પાદન થાય છે.
કેટલા સમયમાં પાક તૈયાર થાય?
અનાનસના પાકને વાવણીથી પકવવામાં લગભગ 18 થી 20 મહિનાનો સમય લાગે છે. પરંતુ તે એટલો નફો આપે છે કે, તમારે ખર્ચ અને સમય વિશે વિચારવાની જરૂર જ નથી રહેતી. કેરળ જેવા રાજ્યોમાં ખેડૂતો આખા વર્ષ દરમિયાન આ પાકની ખેતી કરે છે. બીજી બાજુ, જો ઉત્તર ભારતની વાત કરીએ તો આ પાક અહીં માટે શ્રેષ્ઠ છે. અનાનસના પાકને અન્ય પાકોની સરખામણીમાં ઓછા પાણીની જરૂર પડે છે.
આ સાથે તેની જાળવણી પણ ખૂબ જ સરળ છે. કાંટાવાળા હોવાથી પશુઓ પણ આ પાકને એકદમથી નુકસાન પહોંચાડી શકતા નથી. હાલમાં આંધ્ર પ્રદેશ, કેરળ, ત્રિપુરા, મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં અનાનસની ખેતી થઈ રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના ખેડૂતો પણ આ પાકમાં રસ લેવા લાગ્યા છે.