Black Gram Plant Farming: અડદની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે છે લાખોનો નફો, આ વાતો રાખો ધ્યાનમાં
Agriculture News: ભારતમાં લગભગ દરેક રાજ્યમાં તેની ખેતી થાય છે. ગરમ વાતાવરણ તેની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
Black Gram Plant Farming: ભારતમાં છેલ્લા થોડા વર્ષથી કઠોળના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેની પાછળ ઓછું ઉત્પાદન સહિત અનેક કારણો છે. ખેડૂતો અડદની ખેતી કરીને પણ ઓછા સમયમાં મબલખ નફો કમાઈ શકે છે. આ પાક 60 થી 65 દિવસમાં તૈયાર થાય છે. તેમાં રહેલા પોષક તત્વોના કારણે બજારમાં તેની બારેમાસ માંગ રહે છે.
કેવું વાતાવરણ છે શ્રેષ્ઠ
ભારતમાં લગભગ દરેક રાજ્યમાં તેની ખેતી થાય છે. ગરમ વાતાવરણ તેની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એપ્રિલના પ્રથમ મહિનામાં તની ખેતી શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. અડદના છોડના વિકાસ માટે 30 થી 40 ડિગ્રી તાપમાન યોગ્ય માનવામાં આવે છે. છોડનો સારી રીતે વિકાસ થાય તે માટે ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ ઉપરાંત સિંચાઈની પણ વ્યવસ્થા હોવી જરૂરી છે.
કેવી રીતે કરશો ખેતી
બે છોડ વચ્ચે 30 સેંટીમીટર અંતર રાખવું જોઈએ. જ્યારે બીજને 4 થી 6 સેંટીમીટરની ઊંડાઈએ વાવવા જોઈએ. જો સારું ઉત્પાદન લેવું હોય તો જમીન સારી રીતે ખેડવી જોઈએ.
ડૉક્ટરો પણ આપે છે અડદ દાળ ખાવાની સલાહ
યોગ્ય પોષણ માટે ડોક્ટર પણ અડદની દાળના સેવનની સલાહ આપે છે. આ સ્થિતિમાં તેની માંગ બજારમાં રહે છે. બજારમાં તેની કિંમત પણ સારી રહે છે. આ રીતે ખેડૂતો ખેતી કરીને લાખો રૂપિયાનો નફો હાંસલ કરી શકે છે.
આ પણ વાંચોઃ
Agriculture Drone: કૃષિ ડ્રોન બનશે ખેડૂતોની સમૃદ્ધિનો આધાર, જાણો શું છે ફાયદા
Fact Check: મોદી સરકાર મકાન અને દુકાનના ભાડા પર 12 ટકા GST નાંખશે ? જાણો વિગત
Health Tips: ઉનાળામાં ખાવ લીલી બદામ, ઈમ્યુનિટી બનાવશે મજબૂત સાથે થશે આ ફાયદા
Surat: 4 સંતાનોના બાપે પાંચે વર્ષની બાળકીને કેળાની લાલચ આપી બોલાવી આચર્યુ દુષ્કર્મ