શોધખોળ કરો

Gujarat Agriculture Scheme : રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે ડ્રમ તેમજ બે ટોકર-ટબ ખરીદી માટે કેટલી મળશે સહાય ?

પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારાધોરણ મુજબનું પોતાની પસંદગીની કંપનીનું ઢાંકણવાળું ડ્રમ તેમજ બે ટોકર-ટબની સમયમર્યાદામાં ખરીદ કરી GST નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવાનું રહેશે.

Gujarat Agriculture News: રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી કિસાન હિતલક્ષી સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE (High Density Poly Ethylene) માર્કવાળા 200  લિટરની ક્ષમતાનું પ્લાસ્ટિકના ઢાંકણવાળું ડ્રમ તેમજ 10 લિટરની ક્ષમતાવાળા બે ટોકર-ટબની કીટ ખરીદીની યોજના પર મહતમ રૂ.2000 ની સહાય આપવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

સહાયનો લાભ લેવા ખેડૂતોએ આપવું પડશે GSTવાળું બિલ

કૃષિ મંત્રીએ વધુ વિગત આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ મળેલી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારાધોરણ મુજબનું પોતાની પસંદગીની કંપનીનું ઢાંકણવાળું ડ્રમ તેમજ બે ટોકર-ટબની સમયમર્યાદામાં ખરીદ કરી સબંધિત કચેરીને GST નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવાનું રહેશે.

સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે

ખેડૂતોએ ખરીદી સમયે ડ્રમ તેમજ ટોકર ઉપર CIPET (Central Institute of Petrochemicals Engineering & Technology) દ્વારા પ્રમાણિત કર્યાનો તેમજ HDPE (High Density Poly Ethylene) નો માર્કો હોવાની ખાતરી કરીને બીલની પૂરેપૂરી રકમ ચૂકવાની રહેશે. આ ખરીદની પ્રકિયા બાદ સબંધિત કચેરી દ્વારા મહતમ રૂ.2000-ની મર્યાદામાં સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. જેનો મહતમ લાભ લેવા કૃષિ રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લામાં ખેડૂતોએ શિયાળુ વાવેતરમાં કયા પાક પર ઉતારી પસંદગી ? જાણો શું છે કારણ

અમરેલી જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા ઉપર પસંદગી વધારે ઉતારી છે. ચાલુ વર્ષે 50% થી વધુ વિસ્તારમાં માત્ર ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે બીજા ક્રમે ઘઉનું વાવેતર કરવામાં આવ્યું છે.

ચણાનું વાવેતર કેમ છે ખેડૂતોની પ્રથમ પસંદગી

અમરેલી જિલ્લામાં શિયાળુ વાવેતર આ વર્ષે 1.60 497 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. જેમાં ચણાનું વાવેતર 80,223 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. 26 હજાર હેક્ટરમાં બીજા ક્રમે ઘઉનું વાવેતર ખેડૂતોએ આ વર્ષે કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી થતી હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોને ચણાના વાવેતરમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. જિલ્લામાં બીજા નંબરે સૌથી વધુ ઘઉં નું વાવેતર થયું છે. અમરેલી જિલ્લામાં શિયાળુ વાવેતરમાં સતત વધી રહ્યું છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો વધારે પ્રમાણમાં ચણા નું વાવેતર શરૂ કર્યું છે અન્ય વાવેતરમાં પોષણક્ષમ નહીં મળતા બે વર્ષથી ખેડૂતો ચણાના વાવેતરની વધુ પસંદગી કરી છે ત્યારે ટેકાના ભાવે સરકાર વધુ ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?
Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?
Kisan Nidhi Registration: પીએમ કિસાન નિધિ યોજના માટે પ્રથમવાર કરી રહ્યા છો અરજી? તો ના કરો આ ભૂલ
Kisan Nidhi Registration: પીએમ કિસાન નિધિ યોજના માટે પ્રથમવાર કરી રહ્યા છો અરજી? તો ના કરો આ ભૂલ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget