Gujarat Agriculture Scheme: ગુજરાત સરકાર ખેડૂતોને પાક પર ડ્રોનથી છવા છાંટવા આપશે સબસિડી, જાણો વિગત
Krishi Drone: હવે સરકાર દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને તેના માટે દવા છાંટવાના થતાં ખર્ચમાં ખેડૂતોને એકરે 500 રૂપિયા સબસિડી આપવાની યોજના બનાવી હોવાનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.
Gujarat Agriculture Scheme: ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક સ્કીમ ચલાવે છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાનો લાભ લઈને અનેક ધરતી પુત્રો સારી આવક મેળવી રહ્યા છે. ખેડૂતો ઓછા ખર્ચે વધારે વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકે તે માટે ડ્રોન યોજના લઈને આવી છે. જેમાં ખેડૂતોને ડ્રોન ખરીદવા સહાય પણ આપવામાં આવે છે. હવે સરકાર દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને તેના માટે દવા છાંટવાના થતાં ખર્ચમાં ખેડૂતોને એકરે 500 રૂપિયા સબસિડી આપવાની યોજના બનાવી હોવાનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ યોજનાની સત્તાવાર જાહેરાત કરશે.
ગુજરાત સરકાર નેનો યુરિયાનો છંટકાવ કરનારા ખેડૂતોને પણ એકરદીઠ સબસિડી આપશે. ખેડૂતોને મહત્તમ પાંચ એકર સુધીની જમીન પર દવા કે નેનો યુરિયાનો છંટકાવ કરવા સબસિડી અપાશે. નેના યુરિયાના છંટકાવ માટેની કામગીરી ઇફ્કોને સોંપવામાં આવશે, જ્યારે દવાના છંટકાવ માટે ગુજરાતના કૃષિ વિભાગે ટેન્ડરો મંગાવ્યા છે. ટેન્ડરો મળ્યા પછી તેની પ્રકિયા પૂરી કરીને ડીલ ફાઈનલ કરાશે. આ ટેન્ડર માધ્યમથી ડ્રોનના ભાડાના દર નક્કી કરાશે. ભાડું નકકી થયા બાદ તેનો અમલ કરાશે. 15 ઓગસ્ટ પહેલા આની જાહેરાત કરાશે.