i-khedut: રાજ્ય સરકાર ખોળ અને સેન્દ્રીય ખાતર પર આપે છે સહાય, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ
જમીનની ફળદ્રુપતા વધારવાના ધ્યેયથી રાજ્ય સરકારની ખેડૂત સહાયલક્ષી યોજના હેઠળ જમીન સ્વાસ્થ્યના ઘટકોમાં સહાય આપવામાં આવી રહી છે. આ માટે ખેડૂતો i-khedut પોર્ટલની મુલાકાત લઈ શકે છે.
Gujarat Agriculture Scheme: ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રકારની સ્કીમ ચલાવી રહી છે. જેનો લાભ લઈને ખેડૂતો પોતાની આવક વધારી શકે છે. જમીનની ફળદ્રુપતા વધારવાના ધ્યેયથી રાજ્ય સરકારની ખેડૂત સહાયલક્ષી યોજના હેઠળ જમીન સ્વાસ્થ્યના ઘટકોમાં સહાય આપવામાં આવી રહી છે. આ માટે ખેડૂતો i-khedut પોર્ટલની મુલાકાત લઈ શકે છે.
રાજ્ય સરકારની ખેડૂત સહાયલક્ષી યોજના અંતર્ગત જમીન સ્વાસ્થ્યના ઘટકોમાં દિવેલી ખોળ, લીંબોળી ખોળ અને સેન્દ્રીય ખાતર પર સહાર આપવામાં આવે છે.
સામાન્ય ખેડૂતોઃ હેકટર દીઠ ખરીદ કિંમતના 75 ટકા અથવા રૂપિયા 6000ની મર્યાદા, બેમાંથી જે ઓછું હોય તે
અનુસૂચિત જાતિ/જનજાતિઃ હેક્ટર દીઠ ખરીદ કિંમતના 75 ટકા અથવા રૂપિયા 9000ની મર્યાદા, બેમાંથી જે ઓછું હોય તે
શું દર વર્ષે લઈ શકાય સહાય
ઉપરોક્ત સહાય મર્યાદા વધુમાં વધુ બે હેક્ટર માટે છે. આ યોજનાનો દર વર્ષે લાભ લઈ શકાય છે.
કેવી રીતે કરશો અરજી
આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
જમીની ફળદ્રુપતા વધારવાના ધ્યેયથી રાજ્ય સરકારની ખેડૂત સહાયલક્ષી યોજના હેઠળ જમીન સ્વાસ્થ્યના ઘટકોમાં મળી રહી છે સહાય.
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) May 13, 2022
વધુ માહિતી માટે i-khedut પોર્ટલની મુલાકાત લો. pic.twitter.com/QWcaEwdgnC
આ પણ વાંચોઃ
Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો
India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત
Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી
Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું
IPL 2022: પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન