ગુજરાત સરકાર ખેડૂતોને મોબાઇલ ફોન ખરીદવા આપી રહી છે સહાય, જાણો શું કરવું પડશે
Gujarat Farmers Subsidies: ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિનો ઉપયોગ કરતાં થાય તે માટે મોબાઇલ ફોનની ખરીદી પર સહાય આપવામાં આવે છે.
Gujarat Farmers Subsidies: ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિનો ઉપયોગ કરતાં થાય તે માટે મોબાઇલ ફોનની ખરીદી પર સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ યોજનામાં અત્યાર સુધીમાં 20 હજાર ખેડૂતોઓ અરજી કરી છે.
એક લાખ ફોન આપવાની રાજ્ય સરકારે કરી છે જાહેરાત, આ જિલ્લામાં સારો પ્રતિસાદ
રાજ્યમાં કૃષિ વિભાગે એક લાખ ખેડૂતોને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે. બનાસકાંઠામાં 1783, ભાવનગરમાં 1608, રાજકોટમાં 1232, જૂનાગઢમાં 1133, સાબરકાંઠામાં 1277 ખેડૂતોએ ફોન ખરીદીની સહાય માટે અરજી કરી છે. રાજ્ય સરકાર દ્વારા પહેલા સહાયની રકમ ઓછી જાહેર કરાઈ હતી પરંતુ બાદમાં તે વધારવામાં આવતાં અરજીની સંખ્યા પણ વધી છે. રાજ્ય સરકારે પહેલા 15000 રૂપિયાના ફોન પર 10 ટકા લખે 1500ની સહાય જાહેર કરી હતી, પરંતુ બાદમાં તેને 40 ટકા વધીને 6000 કરી છે. જેને ખેડૂતોનો સારી પ્રતિસાદ મળી રહ્યો છે.
કયા પૂરાવા આપવા પડશે
પહેલા ખેડૂતે મોબાઇલ સહાય મેળવવા 12 જેટલા દસ્તાવેજોની જરૂર પડતી હતી પરંતુ હવે તેમાં સરળતા કરવામાં આવી છે. હવે જે ખેડૂત મોબાઈલ ખરીદે તે મોબાઈલની વિગત, જીએસટી વાળું બિલ અને 7/12નો દાખલો રજૂ કરવો પડશે. જે બાદ ેતેને આ સહાય ચૂકવી આપવામાં આવશે. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના ખેડૂતોને રીઝવવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ છે.
આ પણ વાંચોઃ ભાવનગરઃ મહંતે પોતે અમર થઈ ગયાનું જાહેર કરીને શિષ્યને ખાતરી કરવા કહ્યું, શિષ્યે દાતરડું મારતાં જ ગુરૂ ઢળી પડ્યા ને....
Budget SUV: 7 લાખ રૂપિયાના બજેટમાં આવે છે આ 4 SUV, જાણો કઈ કઈ છે લિસ્ટમાં
Maharashtra: વર્ધામાં કાર પુલ પરથી ખાબકી, BJP ધારાસભ્યના પુત્ર સહિત 7 MBBS વિદ્યાર્થીનાં મોત