શોધખોળ કરો

PM Kisan Yojana: PM નરેન્દ્ર મોદીએ કિસાન નિધિનો 15મો હપ્તો જાહેર કર્યો, આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા રૂપિયા

PM Kisan Samman Nidhi Yojana 15th Installment Released: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે

PM Kisan Samman Nidhi Yojana 15th Installment Released:  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાનું ફંડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યું છે. આ વખતે આ યોજના હેઠળ 8 કરોડથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લગભગ 18 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખૂંટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ હપ્તો ટ્રાન્સફર કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક મદદ કરવાનો છે. ખેડૂતોને તેમની કૃષિ અને અન્ય ઇમરજન્સી જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

જો કોઈ ખેડૂત યોજના સંબંધિત વધુ માહિતી માંગે છે તો તે pmkisan-ict@gov.in પર ઈમેલ મોકલી શકે છે. આ સિવાય તેઓ હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકે છે.

શું છે યોજના?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે જે દેશના તમામ ખેડૂત પરિવારોને આર્થિક મદદ પૂરી પાડે છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂત પરિવારને ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે.

યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વધારો, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો, ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. યોજના દ્વારા દરેક ખેડૂત પરિવારને ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયા મળે છે. પહેલો હપ્તો એપ્રિલ મહિનામાં, બીજો હપ્તો જુલાઈ મહિનામાં અને ત્રીજો હપ્તો નવેમ્બર મહિનામાં આપવામાં આવે છે.

કઇ રીતે ચેક કરશો ખાતામાં પૈસા આવ્યા કે નહીં ? 
ઓફિશિયલ વેબસાઈટની મદદથી: સૌ પ્રથમ ખેડૂત ભાઈઓ, પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. આ પછી કિસન ભાઈ હૉમ પેજ પર "બેનિફિશિયરી સ્ટેટસ" પર ક્લિક કરો. પછી અહીં તમારે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવો પડશે. હવે ખેડૂત ભાઈઓ "Get Data" પર ક્લિક કરો. આ પછી ખેડૂતને તેના ખાતાની સ્થિતિ વિશે માહિતી મળશે.

SMS દ્વારા: જો તમે SMS દ્વારા PM કિસાન સન્માન નિધિના હપ્તાનું સ્ટેટસ ચેક કરવા માંગો છો, તો તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી "STATUS" લખીને 8923020202 પર મોકલવાનું રહેશે. જે બાદ તમને એક SMS મળશે. આમાં તમને હપ્તાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે.

કિસાન કૉર્નર એપ્લિકેશન દ્વારા તપાસો: તમે કિસાન કોર્નર એપ્લિકેશનની મદદથી પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાની સ્થિતિ ચકાસી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલમાં કિસાન કોર્નર એપ ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ખોલ્યા પછી, "બેનિફિશિયલી સ્ટેટ્સ" પર ક્લિક કરો. જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. હવે "Get Data" પર ક્લિક કરો. જે બાદ તમને માહિતી મળશે

ટોપ સ્ટોરી

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget