(Source: ECI/ABP News/ABP Majha)
International Women's Day 2022: આ 10 પાસ ગુજરાતી મહિલા ખેડૂતોને ખાતર અને ટેકનોલોજી આધારિત ખેતીની આપે છે તાલીમ, મહિલા દિવસ પર રામનાથ કોવિંદે કર્યુ સન્માન
નર્મદા જિલ્લાના પાંચપીપળી ગામના મહિલા ખેડૂત ઉષાબેન દિનેશભાઈ વસાવાનું ખેડૂતોને ખાતર અને ટેકનોલોજી આધારિત ખેતીની તાલીમ આપવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નારીશક્તિ પુરસ્કારથી સન્માનિત કરાયા.
International Women's Day 2022: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આજે મહિલાઓનું નારીશક્તિ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ પાંચપીપળી ગામના મહિલા ખેડૂત ઉષાબેન દિનેશભાઈ વસાવાનું ખેડૂતોને ખાતર અને ટેકનોલોજી આધારિત ખેતીની તાલીમ આપવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નારીશક્તિ પુરસ્કારથી સન્માનિત કરાયા.
શ્રી ઉષાબેન દિનેશભાઈ વસાવા એટલે ગુજરાતની નારિશક્તિના સમાજમાં ઉત્તમ યોગદાનનું ચરિતાર્થ ઉદાહરણ.
— Raghavji Patel (@RaghavjiPatel) March 8, 2022
ખેડૂતોને ખાતર અને ટેકનોલોજી આધારિત ખેતીની તાલીમ આપતા ઉષાબેનને આદરણીય @rashtrapatibhvn શ્રી રામનાથ કોવિંદજીના હસ્તે નારીશક્તિ પુરસ્કાર પ્રાપ્ત થવા બદલ હાર્દિક અભિનંદન. pic.twitter.com/F9rTeXeby5
કોણ છે ઉષાબેન વસાવા
પાંચપીપળી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવા આદિવાસી વિસ્તારમાં કાર્યરત મહિલા સંગઠન અને પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ મેળવ્યા છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કર્યાં બાદ ગામની બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઇ છે. 300થી વધુ મહિલાઓ તેમનામાંથી પ્રેરણા લઇને 3 હજાર એકરમાં જમીનમાં ખેતી કરી છે અને ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે.
સાગબારાની આગાખાન સંસ્થા સાથે રહીને ઉષાબેન સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાથે સક્રિય છે. જે આદિવાસી વિકાસમાં અનેક સેવાકાર્ય કરે છે. તેમના પતિ દિનેશભાઈ વસાવા પણ તેમની સાથે રહી આ ખેતીમાં મદદ કરે છે. આમ આજના યુગમાં રાસાયણિકને દવા કોટેટ બિયારણોથી ખેડૂતો ખેતી કરે છે, જેની સામે સજીવ ખેતી એકદમ દેશી પદ્ધતિથી ઓર્ગેનિક ખાતર વડે શુદ્ધ શાકભાજી, દેશી લાલ ડાંગર, શેરડી અને ઘઉં સહિત ચીજવસ્તુઓ ઉગાડીને એક દિશાસૂચક બની છે. ઉષાબેને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.
- ઉષાબેન પ્રગતિશીલ મહિલા ખેડૂત છે, જેઓ અનેક મહિલા ખેડૂતોને ખેતીમાં નવીન કરવા પ્રેરે છે.
- દેશી બિયારણોની માવજત કરે છે, તેનું સંરક્ષણ કરે છે અને દેશી બિયારણ થકી ખેતી ખર્ચ ઘટાડી ખેતીમાં આવક વધારે છે.
- ઉષાબેન ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરી સારી આવક મેળવે છે.
- આદિવાસી વિસ્તારમાં લાલ ડાંગરની શ્રી પદ્ધતિથી ખેતી કરી પાણીની બચત કરે છે.
- ઘઉં, શાકભાજી, બ્રોકલી અને લાલ જુવારનો પાક લઇને આવક વધારે છે.