Tomato: ટામેટાના ભાવે ફટકારી સદી, જાણો કેટલા દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય
Tomato Price Rise: ટામેટાના ભાવ ભલે ગમે તેટલા ઉંચા હોય પરંતુ તેનો ફાયદો ખેડૂતોને નહીં પરંતુ વચેટિયાઓને મળી રહ્યો છે.
Tomato Price Hike: હાલમાં દેશના અનેક શહેરોમાં ટામેટાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. આ જ રીતે થોડા દિવસો પહેલા ટામેટાના ભાવ એટલા નીચા હતા કે ખેડૂતો તેને ફેંકી પણ દેતા હતા. દેશના ઘણા ભાગોમાં ટામેટાનો પાક નિષ્ફળ જવાને કારણે પુરવઠાની કટોકટી સર્જાઈ છે, આવી સ્થિતિનો સામનો કરવા માટે શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.
કોલ્ડ સ્ટોરેજ છે ઉકેલ
ટામેટાના ભાવ ભલે ગમે તેટલા ઉંચા હોય પરંતુ તેનો ફાયદો ખેડૂતોને નહીં પરંતુ વચેટિયાઓને મળી રહ્યો છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે શાકભાજીના ઉત્પાદન અને વાવણીનું યોગ્ય સંચાલન કરવું એ ઉકેલ છે.સરકારે ખેડૂતોને ઉનાળામાં ટામેટાં ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કોલ્ડ સ્ટોરેજ એ આવા અચાનક આવી પડતાં સંકટનો એક માત્ર ઉકેલ છે
ટામેટા સંગ્રહ
તમે કોલ્ડ સ્ટોરેજનું નામ મોટે ભાગે બટાકાના સંબંધમાં સાંભળ્યું હશે, પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં અનેક પ્રકારના શાકભાજી રાખી શકાય છે. આ કિસ્સામાં, ટામેટાં વિશે વાત કરીએ તો, પાકેલા ટામેટાંને 13 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને ઘણા દિવસો સુધી સંગ્રહિત કરી શકાય છે. પરંતુ ઓછું તાપમાન ટામેટાંને પણ નુકસાન પહોંચાડે છે. તેની સ્ટોરેજ પદ્ધતિઓ અને સમયગાળો વિવિધ પરિબળો અને પદ્ધતિઓના આધારે બદલાય છે.
સ્ટોરેજ કેટલા સમય સુધી કરી શકાય છે?
જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો ટામેટાને એકથી દોઢ અઠવાડિયા સુધી આરામથી કોઈપણ ખામી કે ઉણપ વગર સંગ્રહિત કરી શકાય છે. સામાન્ય સ્ટોરેજ પર, ટામેટાંને કોઈપણ નુકસાન વિના 4 થી 5 દિવસ સુધી આરામથી રાખી શકાય છે. ટામેટાંનો પાક એવો છે કે ઝાડ પરથી ઉપાડ્યા પછી પણ તે પાકતો રહે છે. એટલા માટે ટામેટાની પ્યુરી તૈયાર કરીને તેને સ્ટોર કરવાને બદલે કોલ્ડ સ્ટોરેજમાં રાખવી વધુ સારું છે. તે આગામી સિઝન સુધી આરામથી ચાલી શકે છે.
ટામેટાના નવા ભાવોએ ગરીબોની ચિંતા તો વધારી જ છે પરંતુ મધ્યમ વર્ગના પરિવારનું બજેટ પણ બગાડ્યું છે. દરેક જગ્યાએ એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે એવું તો શું થયું કે ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા. પરંતુ સવાલ એ છે કે, આમ થવાનું કારણ શું?
ટામેટાના ભાવ કેમ વધ્યા?
એવા ઘણા કારણો છે, જેના કારણે ટામેટાંના ભાવમાં વધારો થયો છે. પહેલુ કારણ તાપમાનમાં વધારો છે. દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ગરમી પડી રહી છે. બીજું કારણ એ છે કે, આ વખતે ટામેટૉંનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. ટામેટા ઓછા અને માંગ વધારે છે. ત્રીજું અને સૌથી મોટું કારણ વરસાદનું છે. આવા કેટલાક કારણોસર ટામેટાના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગયા મહિને જ ટામેટાં રૂ.25 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા હતા. પરંતુ જૂન મહિનો આવતાં જ સ્થિતિ વણસી. ટામેટાંના વધેલા ભાવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ફુગાવાની સમસ્યામાં પણ વધારો કર્યો છે.