ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં આવનારાં વિદેશી ડેલિગેટો અને મહેમાનોને ગુજરાતની સ્ટાર હોયલો અને રિસોર્ટમાં ઉતારો આપવામાં આવે છે. પ્રવાસનના નામે આ હોટલો અને રિસોર્ટમાં દારૂના પરવાનાં અપાય છે.
2/4
આ ઉપરાંત ગુજરાતમાંથી શિલ્પી હિલ રિસોર્ટ (સાપુતારા), આકાર હોટલ (સાપુતારા), શિવનોટિકા (મુંદ્રા, કચ્છ), અમિધારા રિસોર્ટ (જૂનાગઢ), સરોવર પાર્ટિકા(ભાવનગર) અને કમ્ફર્ટ હોસ્પિટાલિટી પ્રા.લિએ દારૂની મંજૂરી માગી છે.
જાન્યુઆરીમાં ગાંધીનગરમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ યોજવા અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિદેશી મહેમાનોને શરાબ મળી રહે તે માટે 19 સ્ટાર હોટલો અને રિસોર્ટોએ વિદેશી દારૂ માટે લાયસન્સ મેળવવા અરજીઓ કરી છે. જોકે ટુરિઝમ વિભાગના હાઈપવર કમિટીએ લીલીઝંડી આપી દીધી છે. પરંતુ ગૃહમંત્રાયલ મંજૂરીની મ્હોર મારશે.