અમદાવાદઃ શહેરકોટડા વિસ્તારની 19 વર્ષીય યુવતીએ તેના જ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી યુવતીને કપડા આપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો અને અહીં તેને ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. યુવકે પ્રેમિકા પર સતત પંદર દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીએ કરી છે.
2/5
બનવારી ઘરમાં પૂરી બહારથી તાળું મારીને રોજ બહાર જતો. હતો. જોકે, ગત 26મીએ બહાર જતા તે દરવાજાને તાળું મારવાનું ભુલી ગયો હતો. મોકો જોઈ યુવતી નાસી છુટી હતી અને રીક્ષામાં બેસી પોતાના ઘરે પહોંચી હતી. યુવતીની આપવીતી જાણી પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને તેને લઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવવા પહોંચ્યા હતા.
3/5
આ પછી બનવારીએ પ્રેમિકાને 26 મે સુધી ઘરમાં ગોંધી રાખી હતી અને અવાર-નવાર તેની સાથે બળાત્કાર કરતો હતો. એટલું જ નહીં, તેની સાથે મારઝૂડ પણ કરતો હતો. જોકે, કોઈપણ રીતે તેની ચૂંગાલમાંથી છૂટેલી પ્રિયાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બનવારી કઠેરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
4/5
યુવતીએ સાથે આવવાનો ઇનકાર કરતાં બનવારીએ તેને પરાણે રીક્ષામાં બેસાડી દીધી હતી અને લાલદરવાજા લઈ ગયો હતો. અહીં બનવારીએ તેને નવા કપડા અપાવ્યા હતા. અહીંથી તે પ્રિયાને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતાં પ્રિયાએ તેનો વિરોધ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા બનવારીએ તેને દંડાથી મારી હતી અને તેની ઉપર બળાત્કાર કર્યો હતો.
5/5
શહેરકોટડામાં રહેતી 19 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) બે વર્ષ પહેલા નવા નરોડામાં ઔડાના મકાનમાં રહેતા બનવારી રામેશ્વર કઠીરીયાના પરિચયમાં આવી હતી. આ પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પછી બંને અવાર-નવાર મળતા રહેતા હતા. ગત તા. 10મી મેના રોજ બપોરે 12 વાગે યુવતી શાકભાજી લેવા માટે ચમનપુરા ગઈ હતી. અહીં બનવારી તેને મળ્યો હતો અને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું.