હજુ 7 દટાયાની આશંકા છે.આવી છે. અને તમામને નજીકની શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.. જ્યાં એકની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે. અન્ય ફસાયેલાને બહાર કાઢવા ફાયરના 80 જવાનો અને એનડીઆરએફની પાંચ ટીમો કામે લાગી હતી.
3/9
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને AMCના કમિશનર વિજય નહેરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. એનડીઆરએફની ટીમ પણ આ જ બચાવ કામગીરીમાં જોડાઈ અને કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવા માટે સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ.
4/9
5/9
6/9
હજી પણ 10થી વધુ લોકો દટાયા હોવાની આશંકા સાથે સ્થાનિકોની દોડધામ વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી. બચાવ કામગીરીમાં સંઘના સ્વયંસેવકો પણ આગળ આવ્યા અને બચાવકામગીરી શરૂ કરી.
7/9
8/9
ઘટનાની ગંભીરતાને જોતા સોમનાથથી CM રૂપાણીએ પણ કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરી અને ત્વરીત કાર્યવાઈ કરીને કાટમાળમાં દટાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા માટે કાર્યવાઈ કરવાના આદેશ આપ્યા છે.
9/9
અમદાવાદ: રક્ષાબંધનના દિવસે સાંજે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદના ઓઢવમાં દર્દનાક દૂર્ઘટના સર્જાઈ. ઓઢવના ગુરૂદ્વારા નજીક આવેલા સરકારી આવાસના શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની ત્રણ ત્રણ માળની બે ઈમારત ધડાકાભેર ધરાશાયી થતા એકનું મોત થયું છે. 6 કલાકના રેસ્કયૂના અંતે 5 લોકોને સલામત બહાર કઢાયા હતા.