અમદાવાદઃ શહેરના જજીસ બંગલો વિસ્તારમાં વેપારીએ પોતાની પત્ની અને બે દીકરીઓની ગોળી મારી હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ છે. વેપારીએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરવાનો હતો જોકે, તેના કર્મચારીઓ આવી જતાં તે બચી ગયો હતો. આ પછી તેણે પોલીસને હત્યા કર્યાની જાણ કરી હતી.
3/6
ધર્મેશ શાહને 10 કરોડ રૂપિયાનું બેંકનું, જ્યારે પાંચ કરોડ રૂપિયાનું મિત્રોનું દેવું છે. તેની બંને દીકરીઓ એન્જિનિયરિંગ કરે છે. ત્યારે દીકરી હેલીને એમબીએ કરવા માટે ઓસ્ટ્રેલિયા જવું હતું, જેના માટે 70 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો હતો.
4/6
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના જીજીસ બંગલો વિસ્તારમાં રત્નમ ફ્લેટમાં 202 નંબરના મકાનમાં ધર્મેશ શાહ પત્ની અને બે દીકરીઓ દીક્ષા અને હેલી સાથે રહે છે. વેપારીને 15 કરોડ રૂપિયાનું દેવું હોવાથી તે ખૂબ વ્યથિત હતા.
5/6
આ પછી તેમણે પોતાના સંબંધીઓને આ અંગે જાણ કરી હતી. એટલું જ નહીં, પોલીસને પણ તેમણે ફોન કરીને બોલાવી હતી. હાલ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અમદાવાદમાં ટ્રિપલ મર્ડરને કારણે ભારે ચકચાર મચી ગઈ છે.
6/6
આ વાતને લઈને ગઈ કાલે રાતે પરિવારમાં તકરાર થઈ હતી. જોકે, વેપારી પહેલાથી દેવામાં ડૂબેલા હોવાથી પૈસા આપી શકે તેમ નહોતા. ત્યારે વહેલી સવારે તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી સૂઇ રહેલા પરિવારને ઠાર કરી નાંખ્યો હતો અને પોતે પણ આત્મહત્યા કરવાના હતા. જોકે, તેમના કર્મચારીઓ આવી જતાં તેઓ આત્મહત્યા કરી શક્યા નહોતા.