શોધખોળ કરો
આખરે સરકાર જાગીઃ પિરાણાના કચરાના ઢગલા અને હવાનું પ્રદૂષણ રોકવાના ઉપાયો શોધવા બનાવી કમિટી, કોણ કોણ છે કમિટીમાં?
1/5

આ કમિટીના અન્ય સભ્યોમાં અર્બન ટ્રાન્સપોર્ટના નિષ્ણાંત શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીનયરીંગ કોલેજના પ્રોફેસર જી.એસ. બન, વન અને પર્યાવરણ વિભાગના ડીરેક્ટર, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર જે.એન. જોષી, ગુજરાત ક્લીનર પ્રોડક્ટશનના ડો. ભરત જૈનની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સભ્ય સચિવ આ ઉચ્ચ સ્તરીય કમિટિના કન્વીનર રહેશે.
2/5

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે અમદાવાદમાં પોલ્યુશનના પ્રમાણમાં થઈ રહેલા વધારા તેમજ મ્યુનિ. કોર્પોરેશન નાગરીકો માટે સમસ્યા રૂપ બની રહેલા પિરાણા ડમ્પ સાઇટના કચરાંના ઢગલાંનો કઈ રીતે નિકાલ કરવો તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેના ભાગરૂપે નાગરીકોને સ્વચ્છ પર્યાવરણ પૂરું પાડવાની નેમ સાથે આ કમિટિની રચના કરવામાં આવી છે.
Published at : 10 Aug 2018 10:50 AM (IST)
Tags :
Cm Vijay RupaniView More





















