અદાણી કંપનીએ અગાઉ છેલ્લે એપ્રિલમાં ભાવ વધારો કર્યો હતો જેમાં અગાઉ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ માટે ભાવમાં કોઇ વધારો કરાયો નથી. અદાણી ગેસ કંપની 2,85,000 ઘરોમાં પાઇપલાઇનથી ગેસ પહોંચાડે છે જ્યારે અમદાવાદ અને વડોદરામાં દોઢ લાખ સીએનજી વપરાશકારો છે.
2/3
અમદાવાદઃ અદાણી ગેસ લિમિટેડ દ્ધારા સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કર્યો છે. કુદરતી ગેસ વાપરતાં અમદાવાદ અને વડોદરાના લોકોએ પીએનજીના બદલામાં તેમણે વધુ રૂપિયા ચૂકવવા પડશે. AGLની વેબસાઈટ પર નવા ભાવની યાદી મુકવામાં આવી છે. સીએનજીમાં પ્રતિ કિલો 1.30 રૂપિયા અને પીએનજીમાં પ્રતિ mmBtuમાં 23.57નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 1,જૂનથી લાગુ કરવામાં આવ્યા છે.
3/3
અગાઉ અદાણી સીએનજી પ્રતિ કિલો 49.70 રૂપિયા હતો જે હવે પ્રતિ કિલો 51 રૂપિયા થઇ ગયો છે. જ્યારે પીએનજી પ્રતિ mmBtu અગાઉ 606.72 રૂપિયા હતો જે હવે 630.29 પ્રતિ mmBtu થઇ ગયો છે. હાલમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ સહિત તમામમાં ભાવ વધારો કરાયો છે.