આ સગાઈ તોડ્યા પછી હીનાએ ભુદરાપુરા ઠાકોરવાસમાં રહેતા સંજય ઉર્ફે ભાવીન રાજુભાઇ મરાઠી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની સાથે રહેતી હતી. તેને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર હતો, જો કે તેને સાસરિયાંએ કાઢી મૂકતાં ભુદરપુરામાં રહેતા મેકાજી ઠાકોર સાથે સંબંધો બંધાયા હતા અને તેની સાથે હરતી ફરતી હતી.
2/5
આ કેસની વિગત એવી છે કે વાસણા ભુદરપુરામાં રામી રમણલાલની ચાલીમાં રહેતા નર્મદાબહેન ભીલે વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે, તેમનાં બહેનની દિકરી હીનાના બે વર્ષ પહેલા સમાજના છોકરા સાથે સગાઇ નક્કી કરી હતી પરંતુ તેને છોકરો પસંદ ન હતો કેમ કે તેને બીજા છોકરા સાથે સંબંધો હતા.
3/5
હીનાની લાશ અમન- આકાશ પાર્ટી પ્લોટ પાસે મેટ્રોના પુલ નીચેથી મળી આવી હોવાની જાણ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોધ્યો હતો. હીનાનાં પરિવારજનોની કેફિયતના આધારે પોલીસે મેકાજીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં મેકાજી ઠાકોરે માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાની શંકા છે.
4/5
ગઇકાલે ફરિયાદીના ઘરે હીનાના ભાઇએ આવીને કહ્યું કે, હીનાને મેકાજી ઠાકોક બાઇક પર બેસાડીને લઇ ગયો હતો અને જેમ ફાવે તેમ બોલતો હતો. પરિવારજનોએ હીનાની તપાસ કરતાં રાત્રે કોઇ પત્તો મળ્યો નથી. બીજી તરફ શનિવારે સવારે પોલીસે આવીને હીનાની લાશ વાસણા નજીક મળી હતી.
5/5
અમદાવાદઃ વાસણામાં પ્રેમલગ્ન કરનારી યુવતીને સાસરિયાંએ કાઢી મૂકતાં પિયરમાં બીજા યુવક સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. આ યુવતીની અચાનક હત્યા થઈ જતાં વાસણા પોલીસે પ્રેમીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની પ્રેમીએ હત્યા કરી હોવાની શક્યતા જણાઈ છે.