શોધખોળ કરો
ગુજરાતમાં હજુ કેટલા દિવસ ઠંડી પડશે? જાણો કયા શહેરમાં કેટલું છે તાપમાન?
1/4

તાપમાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ એટલે બુધવાર અને ગુરુવારે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 અને 27 ડિસેમ્બરે ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ છે.
2/4

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વિય દિશા તરફથી ઠંડા સુકા પવન બે દિવસથી ફુંકાઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતનાં મોટા ભાગના શહેરનું લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આગામી 24 કલાક દરમિયાન કોલ્ડ વેવની આગાહી છે.
3/4

કંડલામાં 8.8 ડિગ્રી, ગાંધીનગરમાં 9.6 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 10.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 11 ડિગ્રી તાપમાન, રાજકોટ 10.8 ડિગ્રી તાપમાન, ભૂજમાં 12.6 ડિગ્રી તાપમાન, દીવમાં 14.6 ડિગ્રી અને વલસાડમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
4/4

અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. વધતાં જતા ઠંડીના પ્રમાણની જનજીવન પર અસર જોવા મળી રહી છે. નલિયા 9.3 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર બન્યું છે.
Published at : 26 Dec 2018 02:45 PM (IST)
Tags :
Cold Wave In GujaratView More





















