શોધખોળ કરો
આજથી ઈ-મેમો પ્રથા ફરી શરૂ, જાણો ટ્રાફિકના ક્યા નિયમના ભંગ માટે થશે કેટલો ચાંદલો ?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 15 Apr 2018 10:30 AM (IST)
1/6

અમદાવાદ: હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો સાવધાન થઈ જાઓ. છેલ્લા ઘણા સમયથી બંધ રાખવામાં આવેલી ઇ-મેમો સિસ્ટમ આજથી ફરીથી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારાને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવાની પ્રક્રિયાને લઇને અનેક વિવાદ થતાં થોડા સમય માટે ઇ-મેમો મોકલવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્ધારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને સીસીટીવી મારફતે ઝડપી પાડશે અને ઇ-મેમો દ્ધારા 100થી લઇને એક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલશે.
2/6

અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ 20 લાખ જેટલા લોકોને ઈ-મેમો મોકલાયા છે, જેમાંથી માત્ર સાત લાખ લોકોએ જ દંડ ભર્યો છે.
3/6

તે સિવાય રિક્ષામાં વધુ પેસેન્જર ભરવા, ટૂ-વ્હિલરમાં ત્રણ સવારી, રોન્ગ સાઈડ જનાર પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવામાં આવશે. જો ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા અને બીઆરટીએસ રૂટ પર ડ્રાઇવિંગ કરતા ઝડપાશો તો વસૂલાશે પ્રથમ વખત રૂપિયા 1000, અને બીજી અને ત્રીજી વખતે બે-બે હજાર જ્યારે ચોથી વખત નિયમ ભંગ કરે તો લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા કરાશે.
4/6

નવી સિસ્ટમ પ્રમાણે, હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ફેન્સી નંબર પ્લેટ રાખનારને, ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારને પ્રથમ વખત રૂ. 100નો દંડ કરવામાં આવશે. ત્યારબાદ બીજી અને ત્રીજી વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર પાસેથી 300 રૂપિયા વસૂલવામાં આવશે. જો વાહનચાલક ચોથી વખત નિયમનો ભંગ કરશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. નવી સિસ્ટમ પ્રમાણે,. હવે સિગ્નલ જમ્પ કરનારા પણ ઝડપી લેવામાં આવશે જ્યારે અગાઉ ઈન્સ્ટોલ કરાયેલા કેમેરા કોઈ સિગ્નલ જમ્પ કરે તો તેને પકડી શકતા નહોતા.
5/6

શહેરમાં કુલ ૧૪૦૦થી વધુ સીસીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ખાસ કરીને ઇન્કમટેક્ષ, નહેરુબ્રિજ, વાડજ સર્કલ સહિતના ચાર રસ્તા પર ૧૦ જેટલા સીસીટીવી કેમેરા લગાડયા છે. જેથી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને સીસીટીવી કેમેરા દ્વારા ઝડપી તેના ફોટા સાથે ઇ-મેમો ઘર પર પહોંચાડી દેવામાં આવશે અને તેની પાસેથી દંડની વસૂલાત કરાશે.
6/6

આ સિસ્ટમ પ્રમાણે, જે વાહન ચાલક હેલમેટ વગર, સીટ બેલ્ટ વગર, ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારને ઘરે ઈ-મેમો મોકલી દેવામાં આવશે.ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ જતાં ઇ-મેમોની સિસ્ટમ ફરી શરૂ કરાઇ હતી.
Published at : 15 Apr 2018 10:30 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
અમદાવાદ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
અમદાવાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર





















