અમદાવાદઃ શહેરના ગુરુકુલ રોડ પર આવેલા સૂર્યદીપ ટાવરના આઠમાં માળેથી એક ગાર્મેન્ટના વેપારીએ છલાંગ લગાવીને મોતને વ્હાલું કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સૂર્યદીપ ટાવરમાં રહેતા અને રેડિમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા વેપારી રૂપેશ મૂલચંદાણીએ ગઈ કાલે શુક્રવારે બપોરે ટાવરના 8મા માળેથી પડતું મૂક્યું હતું. આઠમાં માળેથી નીચે પટકાતા રૂપેશભાઈના માથાના બે ભાગ થઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટાવર પરથી ઝંપલાવતાં પહેલા રૂપેશભાઈએ સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'મેરે મોત કા કારણ સનશિલ્પ વાસવાણી એન્ડ ઓલ છાબરિયા ફેમિલી'. આ સૂસાઇડ નોટની દિશામાં અત્યારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.(અહેવાલઃ હર્મેશ સુખડિયા)
2/4
આ અંગે મળતી વિગતો પ્રમાણે રૂપેશભાઇ પત્ની અને દીકરી સાથે રહેતા હતા. જ્યારે બાજુના ટાવરમાં તેમના ભાઇ રહે છે. જેમની સાથે કાગડાપીઠ ઘંટાકર્ણ માર્કેટમાં હોલસેલમાં રેડિમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા હતા. સુખીસંપન્ન પરિવારના રૂપેશભાઈએ અચાનક આત્મહત્યા કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે સાળી સનશિલ્પ વાસવાણી તેમની આત્મહત્યામાં કઈ રીતે જવાબદાર છે, તે દિશામાં હજુ તપાસ ચાલી રહી છે.
3/4
આ અંગે ઘાટલોડિયા પોલીસ તપાસ કરી રહી છે. ઘાટલોડીયા પોલીસે અત્યારે પરિવાર શોકમાં હોવાથી તેમની પૂછપરછ કરી નથી. જોકે, રૂપેશભાઈના સાળીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવશે.
4/4
સૂસાઇડ પછી રૂપેશભાઇનું ખિસ્સુ તપાસતા હિંદી-અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તેઓ સાળી અને સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરે છે. આ પછી પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રૂપેશભાઇ અને પત્ની વચ્ચે સારા સંબંધ હતા. તેમના ભાઇની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમનો ધંધો બહુ સારો ચાલતો હોવાથી બંને ભાઇઓ આર્થિક રીતે પણ સંપન્ન હતા. રૂપેશભાઇના સાળી વિશે પોલીસે રૂપેશભાઇના પત્ની - સગાંસંબંધી તેમજ પડોશીઓની પૂછપરછ કરી હતી. જોકે, આ વિશે કોઇ કશું જાણતું ન હતું.