નોંધનીય છે કે બે દિવસ અગાઉ પણ રણવીર મિશ્રા નામના વ્યક્તિએ મેવાણીને ફોન કરીને ધમકી આપી હતી. મેવાણીએ આ ઘટનાની જાણકારી ટ્વિટ કરી જણાવી હતી. હાલ વડગામ પોલીસ મથકે રાજવીર મિશ્રા અને રવિ પૂજારીના નામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
3/4
અમદાવાદઃ વડગામથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને ફરીવાર ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તે સિવાય મેવાણીને ધમકીભર્યો મેસેજ પણ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં જીજ્ઞેશ મેવાણીએ ત્રીજી વખત ફોન પર ધમકી આપવામાં આવી છે.
4/4
જીજ્ઞેશે જણાવ્યું કે તેને ફરીવાર ફોન પર ધમકી મળી છે. ધમકી આપનારા વ્યક્તિએ પોતાની ઓળખ રવિ પૂજારી તરીકે આપી હતી. ધમકીમાં ડૉન રવિ પૂજારીએ જીજ્ઞેશ મેવાણીને ઉશ્કેરણીજનક ભાષણ બંધ કરવાની ધમકી આપી છે. છેલ્લા પાંચ દિવસમાં જજ્ઞેશને ધમકીનો આ ત્રીજો ફોન આવ્યો છે.